શરૂઆત કરીએ
શરૂઆત કરીએ
શેરી, ગામ ને શહેરની સફાઈ કરીએ
જળ, વાયુ ને ભૂમિનું સંવર્ધન કરીએ
આપણાથી પહેલી શરૂઆત કરીએ
વૃક્ષો વધુ વાવી હરિયાળી કરીએ
સમસ્યા એ ગ્લોબલની દૂર કરીએ
આપણાથી પહેલી શરૂઆત કરીએ
ગોબર ને વનસ્પતિનું ખાતર કરીએ
ધરાને ટકાઉ અને ફળદ્રુપ કરીએ
આપણાથી પહેલી શરૂઆત કરીએ
ચાલ પ્લાસ્ટિકનો યુઝ બંધ કરીએ
સૌ સાથે મળી પ્રકૃતિનું રક્ષણ કરીએ
આપણાથી પહેલી શરૂઆત કરીએ
માઈક્રો પ્લાસ્ટિક સદંતર બંધ કરીએ
છે જીવનું જોખમ સૌ સતર્ક બનીએ
આપણાથી પહેલી શરૂઆત કરીએ
ચાલ યોગ આસન ને કસરત કરીએ
હવે આરોગ્યના સૌ પથદર્શક બનીએ
આપણાથી પહેલી શરૂઆત કરીએ
ભારત મિશનમાં સહભાગી બનીએ
સ્વચ્છતા ત્યાં પ્રભુતા સાર્થક કરીએ
આપણાથી પહેલી શરૂઆત કરીએ
ભાવી પેઢી માટે સૌ જાગૃત બનીએ
'વાલમ' જાગ્યા ત્યાંથી સવાર કરીએ
આપણાથી પહેલી શરૂઆત કરીએ