STORYMIRROR

Bharat Parmar

Drama Romance Inspirational

3  

Bharat Parmar

Drama Romance Inspirational

ડિગ્રીવાળા વીરા

ડિગ્રીવાળા વીરા

1 min
195

મારા ડિગ્રીવાળા વીરા તને લારી લઈ દઉં

તને ચાર ચાર પૈડાવાળી લારી લઈ દઉં

મારા ડિગ્રીવાળા વીરા તને લારી લઈ દઉં


તને સમોસા વેચવા એક લારી લઈ દઉં

સાથે કચોરી તળવા એક ઝારી લઈ દઉં 

મારા ડિગ્રીવાળા વીરા તને લારી લઈ દઉં


તને ચોળાફળીની એક લારી લઈ દઉં

સાથે મરી મસાલાને વાડકી લઈ દઉં

મારા ડિગ્રીવાળા વીરા તને લારી લઈ દઉં


તને ગોટા ભજિયાંની એક લારી લઈ દઉં

સાથે મેથી મરચાં ને બટાકા લઈ દઉં

મારા ડિગ્રીવાળા વીરા તને લારી લઈ દઉં


તને પાણીપુરીની એક લારી લઈ દઉં

સાથે પકોડી તળવા કડાઈ લઈ દઉં

મારા ડિગ્રીવાળા વીરા તને લારી લઈ દઉં


તને લીંબુ સોડાની એક લારી લઈ દઉં

સાથે બરફ ગોળાની એક પેટી લઈ દઉં 

મારા ડિગ્રીવાળા વીરા તને લારી લઈ દઉં.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Drama