STORYMIRROR

Hemisha Shah

Abstract Fantasy Inspirational

4  

Hemisha Shah

Abstract Fantasy Inspirational

અપેક્ષા

અપેક્ષા

1 min
241

ના અપેક્ષા બહુ મને સહકારની 

રાખતો હું ના આશ પણ આધારની,


લડ્યો છું હું જીવન સંઘર્ષે એકલો,

હવે નથી ઈચ્છા નવા કોઈ પડકારની,


તલવાર કેરું કામ કલમ કરે બસ

પછી ક્યાં વાત બીજા હથિયારની,


હૂંફ ઘણી મળતી રહી છે અંધકારની,

બાકી નથી ઈચ્છા ઉજાસે આકારની,


ખુદના જુસ્સે આગળ વધ્યો છું,

ક્યાં અપેક્ષા છે કોઈ આધારની,


હિંમત રાખી છે ઘણી મઝધારમાં 

ના કોઈ પરવા દરિયાના લલકારની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract