વર્ષારાણી
વર્ષારાણી


આજે વર્ષારાણીએ વરસીને તારી યાદ અપાવી,
ધૂળ ખાતી યાદોને સાફ થઈ ગઈ વર્ષાનાં પાણીમાં,
આકાશમાં રંગોથી રચી તારી છબી મેઘધનુષ્ય,
સજીવન થઈ ગઈ તારી છબી હૃદયમાં,
પ્રેમિકાનું એ સૂકાયેલું ફૂલ,
ફરી ખીલી ઊઠયું વરસાદની મોસમમાં,
ઓ વર્ષારાણી તમે તો કરી કમાલ
ફરી જીવંત કરી યાદોને,
ધોધમાર વરસતાં પાણીમાં
નાવડી બનાવી વહેતી કરી યાદોને.