STORYMIRROR

Darshana Hitesh jariwala

Abstract Romance Others

4  

Darshana Hitesh jariwala

Abstract Romance Others

તારા માટે જ છે

તારા માટે જ છે

1 min
251

મારી ડાયરીનાં વર્ણવેલા દરેક શબ્દો તારા માટે જ છે,

નવલકથામાં વર્ણવેલા એક એક શબ્દો તારા માટે જ છે,


ના કહેવાતી હકીકત પછી ભીતરમાં છૂપી લાગણીઓ,

છેલ્લા અધ્યાયનો આખરી પૂર્ણવિરામ તારા માટે જ છે,


પળેપળની બેકરારી ને ધીમેધીમે ચાલતી સમયની ચાલ,

અંતે, મારી આંખોની શાશ્વત પ્રતિક્ષા તારા માટે જ છે,


રોજ સવારે પડે છે ધરા પર શ્વેત ઉજળી સૂર્યકિરણો,

મધ્યાન પછી આથમતી સિંદુરી સાંજ તારા માટે જ છે.


આંખોમાં નીંદર ને પાંપણે સપનાંઓની આખી વણઝાર

ખુલ્લી આંખોની હકીકતને જીવાતી ક્ષણ તારા માટે જ છે,


જિંદગીથી મૃત્યુ સુધી શાશ્વત પ્રતિક્ષા ને અંતિમ ઈચ્છામાં,

ફરીથી જન્મ લેવાની આતુરતા ફકત તારા માટે જ છે,


સમજથી પરેહ મારી વાતો ને તારા ઊઠેલાં પ્રશ્નોની આંધી

પણ આ ના સમજાતી દરેક વાતો પણ તારા માટે જ છે,


ગીતનાં ગુંજનમાં સંગીતના સૂર, લય ને તાલની રમઝટમાં

એક એક પંક્તિમાં અનુભવાતી મારી પ્રીત તારા માટે જ છે,


કેમ કહું હું તને, તું નથી છતાં આસપાસ તું જ હોય છે હવે

દર્શુની દરેક કવિતાના છંદ-અછાંદસ હવેથી તારા માટે જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract