STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

નખ

નખ

1 min
31

કામ અમારું આંગળીને ઈજાથી બચાવવાનું,

શત્રુ મિત્રને ઉઝરડાથી ધમાલ મચાવવાનું,


કપરું બને કોમલ કરપલ્લવ વચ્ચે જકડવું,

સખ્ત નખને સહારે બને શક્ય ભારે પકડવું,


નિર્જીવ છતાં વધવાનું રોજ જાણે કે જીવતાં,

રક્તપેચી મુલાયમ તો બીજ ક્યાંથી આવતાં,


ખાઈ પેટ ને તોડવું મારે મફતમાં ખંજવાળવું,

રંગીન નખને અંગુલી શોભા થકી અજવાળવું,


ભલે સખ્ત પણ નથી અભેદ્ય એ વાત જાણવી,

ઝેરી રંગ લપેટવાની વાત વિચારીને માણવી,


કામ છે અમારું આંગળીને ઈજાથી બચાવવાનું,

નખ ક્યારેક વળી કરી દ્યે કામ જરા ચાવવાનું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract