STORYMIRROR

Harihar Shukla

Abstract

3.9  

Harihar Shukla

Abstract

હોય તોયે ઠીક છે

હોય તોયે ઠીક છે

1 min
92


દૂર છે એ જેટલો, નજદીક છે !

તોયે છેડો ફાડીને નાસી જશે એ બીક છે !


ઘર મહીં, શેરી મહીં, પાદર મહીં

છે બધે ખતરો જ છે, છે વાયરસ, વૈશ્વિક છે !


હું જ છું તલવાર ને હું ઢાલ પણ

કોઈ ના સેનાપતિ, સઘળા અહીં સૈનિક છે !


બંધ બાંધી જળને બાંધ્યું તે છતાં

સારું છે, નિકાલ કરવા, બે બનાવી નીક છે !


બોદું બોદું વાગે મર ને ઢોલકું !

આવવાનું ને જવાનું શ્વાસનું દૈનિક છે !


ના કલમ, ના દોત, ના લહિયો મળ્યો

સાંભળો મારી કથા: મારી કથા મૌખિક છે !


આયનામાં ક્યાં 'હરિ' દેખાય છે?

ઠીક છે કે એ નથી ને હોય તોયે ઠીક છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract