STORYMIRROR

Harihar Shukla

Others

4  

Harihar Shukla

Others

હરિને

હરિને

1 min
78

રોજ મનમાં મોરલા ગહેકે હરિ !

ને પછી મન મારું પણ બહેકે હરિ !


વૃક્ષ ધૂણતું વાયરા સંગે અને

પંખી સાથે પર્ણ પણ ચહેકે હરિ !


હોઠ ભીડીને છૂપાવ્યું મૌન મેં:

એ વળી મારી કથા કહે કે હરિ ?


મ્હેલ પણ માફક ન આવ્યો, એ વળી

જઈ કદી ઝૂંપડી મહીં રહે કે હરિ ?


કંટકો મહેકે ફૂલો સંગે અને

વિસનગરની ધૂળ પણ મહેકે 'હરિ' !


Rate this content
Log in