Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harihar Shukla

Inspirational Others

4  

Harihar Shukla

Inspirational Others

ના અટક : તરહી ગઝલ

ના અટક : તરહી ગઝલ

1 min
43


ખૂબ ઊંડે છે કશી ખળભળ બકા !

એટલે આંસુ વહે ખળખળ બકા !


હાથ બાળ્યા છે બળ્યા બંનેય મેં

આંચમાં: ધગધગ સીસું ફળફળ બકા !


એષણાનો નાગ ફૂંફાડી રહ્યો

રોમ રોમે રેશમી સળવળ બકા !


કેટલા કોલાહલો, ક્યાંથી જીવાય?

મૌનની ચિચિયારીઓ સાંભળ બકા !


ક્યાંય પણ અણસાર એનો ના મળ્યો

જોયું મેં આકાશ ને જળ, થળ બકા !


થઈ ગઈ ધીમી ધમણ, મીંચાઈ આંખ

શ્વાસ છૂટયા ને ખૂટ્યા અન્નજળ બકા !


છે 'હરિ' કે છે જ નહીં, માની લઈ

ના અટક ને કર કશી અટકળ બકા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational