STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

નાહી નાખ !

નાહી નાખ !

1 min
27K


તું નાહી નાખ
જોતો ખરો આ જિંદગી કેવી રંગબેરંગી
જુદા જુદા રંગ તું ચાખ
મેલી દે માયા આ જગતની
તું નાહી નાખ

ક્ષણભંગુર એવુ જિવન આપણુ
ક્ષણમાં થઈ જશે રાખ
છોડ ચિંતા આખી દુનિયાની
તું નાહી નાખ

દોડા દોડી અને ભાગા ભાગી
રૂપિયા કમાયા લાખ
મુઆ સમયે ક્યાં સાથે આવાનાં
તું નાહી નાખ

મરણ વખતે તારા મોઢાં પરથી
નહી ઉડાડે કોઈ માખ
મારુ મારુ આ મારુ મારુ છોડી
તું નાહી નાખ

મર્યા પછી ભગવાન સામે મિલાવી શકાય આંખ
કાંઈ એવી ઊભી કરીએ શાખ
પાપ કરતા પુણ્યને કરી સવાયું
બસ હવે તું નાહી નાખ

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational