STORYMIRROR

Sanjay A Parmar

Inspirational

3  

Sanjay A Parmar

Inspirational

અંતરિયાળ ~ ૫

અંતરિયાળ ~ ૫

1 min
27.7K


એકવાર મેઁ,
બગાસાં ખાતી પેન,
આળસ મરોડતાં શબ્દો,
આ બેયને માંડ માંડ મનાવ્યા હતા,
અને
નીકળી પડ્યો હતો,
ચબરખીમાં લખેલા
પેન્ડિંગ પડેલા 'મનસૂબા'ઓ માટે
'પુર્ણ વિરામની' શોધમાં,
પણ
રસ્તામાં મને મળ્યા હતાં,
સ્ટેચ્યુની જેમ તાકી તાકીને જોતાં
કારણ વગર અથડાતા,
'આશ્ચર્ય વિરામ',
અને
અંગારાઓ બનીને ભભૂકતા,
'પ્રશ્નાર્થ ચિહ્નો.


Rate this content
Log in

More gujarati poem from Sanjay A Parmar

Similar gujarati poem from Inspirational