STORYMIRROR

Jagruti Ramanuj

Inspirational

3  

Jagruti Ramanuj

Inspirational

ક્ષીણ સંવેદનાઓ

ક્ષીણ સંવેદનાઓ

1 min
28.3K


તારી આ સંવેદનાઓને
આજ તો ખાંડણીમાં નાખીને
સાંબેલે સાંબેલે ખાંડી,
ખાંડી સંવેદનાને તો અંદરથી વેદનાઓ નીકળી,
ક્યાંક અધકચરી થઈ છે તો ક્યાંક થઈ સાવ ભુક્કો,
અધકચરી સંવેદનાઓના થયા સાવ નાના નાના ટુકડા,
કાચના ટૂકડા માફક વાગ્યા કરે છે,
સંવેદનાનો ભૂકો કાચની કરચની જેમ જ
ખુંચ્યા કરે છે વેદના બની ને,
વેદનાના ટુકડાને તો હજી પણ કાઢીને ફેંકી શકું,
અમુક તારી વેદનાનો ઝીણો ભુક્કો,
શરીરમાં એવો ખૂંચે કે કાઢવાની કોશિશ કરું
તો પણ નથી જોઈ શક્તી નરી આંખેથી....
વેદનાની એ ચકનાચૂર કરચો સરકતી રહે છે શરીરની અંદર....
એક દિવસ તારી યાદની વેદના જરૂર મને કરશે ક્ષીણ....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational