STORYMIRROR

Harihar Shukla

Others

3  

Harihar Shukla

Others

જાદુ હશે

જાદુ હશે

1 min
499


મનમાં દાટયા મૂળનો જાદુ હશે !

શાયરોના કૂળનો જાદુ હશે !


સાગની સોટી સમું મન લઈ ફરું,

મેં લીધા કંદમૂળનો જાદુ હશે !


વાંસળીના સૂર રેલાઈ રહ્યા,

કૃષ્ણના ગોકુળનો જાદુ હશે !


પ્રલય પાછળ પાંગરે જીવન સદા,

એ જ તો ધરમૂળનો જાદુ હશે !


લોહીભીનાં ટેરવાં મ્હેકાય છે,

ફૂલનો નહિ, શૂળનો જાદુ હશે !


રગદોળાઈ સોનવર્ણો થઈ ગયો,

વિસનગરની ધૂળનો જાદુ હશે !


Rate this content
Log in