STORYMIRROR

Harihar Shukla

Inspirational

4  

Harihar Shukla

Inspirational

મનમાં : તરહી ગઝલ

મનમાં : તરહી ગઝલ

1 min
43

જિંદગી છે, છે મરણ મનમાં !

તું જ તું: તારું શરણ મનમાં !


સોળ સંસ્કારો કરેલા છે

પણ બધા એ સંસ્કરણ મનમાં !


યાદ આવ્યું એમને જોઈ

જે થયેલું વિસ્મરણ મનમાં !


પ્હાડ ચીરીને ઝરે, જુઓ

આંખે થઈ જળનું ઝરણ મનમાં !


સાત સાગર આંખમાં ઊમટ્યા

ને સૂકુંભટ તપ્ત રણ મનમાં !


જીવ બચાવીને 'હરિ' છૂપ્યું

એષણાઓનું હરણ મનમાં !


હાથ જોડીને 'હરિ' ઊભો:

તું અને તારાં ચરણ મનમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational