મળે છે!
મળે છે!
1 min
13.6K
મન ઝરણ થઈ ખળખળે છે!
આંખમાં કંઈ ઝળહળે છે!
માંડ ઢબૂરાયેલ ઈચ્છા,
શું ફરીથી સળવળે છે?
એષણાનાં પોટલાંઓ,
આગમાં ભડભડ બળે છે!
પારખી લો આજ સતને,
આંખમાં જળ ફળફળે છે!
આંખ ખોલું, થાય ગાયબ!
આંખ મીંચું કે મળે છે!
