STORYMIRROR

Sang Savariya

Inspirational

3  

Sang Savariya

Inspirational

ફૂલડાં હરખાય

ફૂલડાં હરખાય

1 min
27.7K


કદમ તેના ચૂમે ચમન ફૂલડાં હરખાય છે,

છે સાંજ ભીની ભીની મહેક  લહેરાય છે.

ખીલ્યા ચાંદ ચાંદની લઈ આશ અવસરની,

અધરો પ્રફૂલ્લપુષ્પ કલિકાથી આેળખાય છે.

નજર ઝૂકી જ્યારે જ્યારે ઢળી સાંજ પૂનમની,

તમસ ગયું થયો ઉજાસ આલાપ સંભળાય છે.

આ રાત છે લાંબી છતાં લાગે આજ ટૂંકી ટૂંકી,

હસે છે એ જ્યારે જ્યારે વૈભવ પથરાય છે.

છે કાયા તેની કૌલપત્ર ચમકતી ચળકાટ ભરી,

અખૂટ લઈ પ્રેમભાષા પ્રણયથી છલકાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational