STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

3  

Dilip Ghaswala

Inspirational

આવી ગઈ દિવાળી...

આવી ગઈ દિવાળી...

1 min
27.7K


આવી ગઈ દિવાળી ચાલો ખુદને અજવાળીએ,

દીપથી દીપ પ્રકટાવી જાતને પ્રજવાળીએ.

વેર ઝેરની ફટાકડાની લુમને ચાલો ફટાફટ ફોડી દઈને...

ચહેરા પર બાળ સહજ સ્મિત લાવીએ ફૂલઝડીનું લઈને...

કશા પણ કારણ વિના એકમેકમાં પ્રેમથી ભળીએ 

આવી ગઈ દિવાળી ચાલો ખુદને અજવાળીએ,

આંગણમાં આવી પડો અચાનક ઈશ્વરીય તેજ લકીરો...

બની જાવ તમે બનીઠનીને આ નવલ વર્ષે તમારો હીરો... 

ભીતરે ભરેલા અજવાળાથી આજ ઝળહળીએ,

આવી ગઈ દિવાળી ચાલો ખુદને અજવાળીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational