STORYMIRROR

Hardik Pandya

Inspirational

3  

Hardik Pandya

Inspirational

તો સારું

તો સારું

1 min
27.3K


ખોબે ને ખોબે મેં તો સીંચ્યાતા વાદળ,
તોયે કોરે કોરું છે ચોમાસું,
થોડું વર્ષી, ભીંજાવો તો સારું.

ટળવળતી ઈચ્છઓ માથા પર તપતી;
ને આંખોની રેખાઓ આકાશે ભળતી,
આંખે ચડ્યું છે સૂકું અજવાળું.
થોડું વર્ષી, ભીંજાવો તો સારું.

ડુમાને છાતીમાં કોરા મેં છોડ્યા છે,
આંસુના દરિયા જે પાંપણથી ઢોળ્યા છે,
હૈયે બાંધ્યું છે કેવું રે તાળું,
થોડું વર્ષી, ભીંજાવો તો સારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational