Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hardik Pandya

Others

3  

Hardik Pandya

Others

દિવાનગી

દિવાનગી

1 min
13.3K


હિર-રાઝાની કથા કેવી રુહાની હોય છે,
લોહી રેડીને નિભાવેલી યુવાની હોય છે.

શોધતો હું તો ફરું, આ અંતના અંજામ પર,
શોધવાથી ક્યાં મળે, થોડી જવાની હોય છે.

હોય જે મૂરત અધૂરી, પ્રેમના એ સ્પર્શથી,
શું ખબર એને પ્રણયમાં ખાનદાની હોય છે.

રામ પણ ચાખી ગયા છે બોર શબરી પ્રેમના,
ચાહવાની એ કળાને જીવવાની હોય છે.

કૃષ્ણની એ વાંસળીમાં સુર રાધા નામનો,
સુર છેડી યાદને તો નાથવાની હોય છે.

 


Rate this content
Log in