STORYMIRROR

Hardik Pandya

Inspirational

3  

Hardik Pandya

Inspirational

માની મમતા

માની મમતા

1 min
28.2K


થાકીને હારીને ખોઈને બેઠો છું, નિંદરનો પાલવ ફેલાવી દે' 'મા',
મોટા હોવાનું આજે લાગે છે ભારણ , મોઘેરું શૈશવ તું લાવી દે 'મા'.

કાલી ઘેલી મારી વાતોને સમજી, આંખોની ભાષા તે  શબ્દોમાં સમજી,
છાનો રે રે'જે,વા'લા કુંવર બોલીને  મમતાનું અમરત રેલાવી દે' મા.

મારું આંગણ હું ભૂલી ને બેઠો, તારાને મારામાં જો અટવાઈ બેઠો,
ભુલ્યો છું રસ્તો જીવનનાં દ્વારે મીઠાં રે બોલે પાછો બોલાવી દે 'મા'.

ભૂલો જોઈને તું રાજી રે થાતી, માગું જો પાણી તો દૂધે ઉભરાતી,
મારી ભૂલો આજે કોરી રે ખાતી મારી એ ભૂલોને ભુલાવી દે 'મા'.

નાના એ ડગલાને ઊંચી છલાંગો, ભીનાં તે કાગળ પર કોરી છે યાદો,
રમવું છે છોડીને મોટી આ વાતો  ખુશીઓના ફુગ્ગા ફુલાવી દે 'મા'.

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational