STORYMIRROR

Hardik Pandya

Comedy

3  

Hardik Pandya

Comedy

સુખી છું

સુખી છું

1 min
13.9K


થયા લગ્ન મારા છતાં પણ સુખી છું,

નસીબે ફસાણા છતાં પણ સુખી છું,

બનીને ઠનીને હતા જે ખવાણા,

નડ્યા ગોળ ધાણા, છતાં પણ સુખી છું.

ભલેને ન નડતા શનિ-રાહુ અમથા,

નડે રોજ સાળા, છતાં પણ સુખી છું.

બનાવે કદી જો હરખથી રસોઈ,

બધા સ્વાદ ખારા, છતાં પણ સુખી છું.

કરી ઠામ, પોતા ડરીને કહે છે,

પતિઓ બિચારા, છતાં પણ સુખી છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy