એટલે પ્રેમ
એટલે પ્રેમ

1 min

14K
તું નદીને હું કિનારો એજ સાચો પ્રેમ છે,
તું હ્દય ઘબકાર મારો એજ સાચો પ્રેમ છે.
છે પ્રણયમા પૂર્ણતાને પામવાની કઈ મજા,
વેદના પણ આવકારો એ જ સાચો પ્રેમ છે.
જીવી ગ્યા છે કૃષ્ણ-રાધા ત્યાગ નામે પ્રેમને,
જો જગે હૈયે તિખારો એ જ સાચો પ્રેમ છે.
રાખડીના તાંતણે બંધાઈ આપે છે વચન,
એ વચનને પાળનારો એજ સાચો પ્રેમ છે.
પાનખરના આંગણે સૂકા પડયા છે માવતર
તું બને એનો સહારો એજ સાચો પ્રેમ છે.