STORYMIRROR

Hardik Pandya

Inspirational

3  

Hardik Pandya

Inspirational

મારા આંગણાની વસંત

મારા આંગણાની વસંત

1 min
13.7K


ખીલ્યું છે ફૂલ કેવું મારા આ બાગમાં,
ને ફોરમનો ઝરમર વરસાદ છે.
ફૂલોથી શણઘારી મોંઘેરી મોસમને,
કુદરતની સોનેરી દાદ છે.
ખીલ્યું છે ફૂલ....

મહેંકી ઉઠુ છું હું તો ફોરમના સ્પર્શે,
ને આંખોમાં સપનાના મોર છે,
ગુંજે છે હૈયામાં સરગમના સુરોને,
રેલાતો મૌનનો સંવાદ છે.
ખીલ્યું છે ફૂલ....

વાસંતી વાયરામાં ઉમંગ લહેરાયોને,
કલરવ છવાયો આજ આંગણે,
મીઠાં રુદન, ને મીઠી કિલકારીમાં,
અમૃત ચાખ્યાનો આસ્વાદ છે.
ખીલ્યું છે ફૂલ....

અંતરમાં ઉમટેલી જીવનની આશાને,
ખોળામાં જીવનનું હાર્દ છે,
ઈશ્વરના આંગણેથી માગીને લાવ્યો હું,
એવો અનમોલ પ્રસાદ છે.
ખીલ્યું છે ફૂલ....

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational