નયનનાં કામણ
નયનનાં કામણ
1 min
27.1K
મળી આજ તમને મળ્યા જેવું લાગે,
કે મોજા કિનારે ફર્યા જેવું લાગે.
નથી મારી એવીએ જાહોજલાલી,
છતાં હસ્ત રેખા ફળ્યા જેવું લાગે.
હું ડૂબીને બેઠો છું એના નયનમાં,
છતાં સાત જન્મો તર્યા જેવું લાગે.
કરી છે કરામત કે જાદુગરી છે,
નયનથી નયનમાં ભળ્યા જેવું લાગે.
કે ચારે તરફ વાગે વીણા ને મંતર,
છતાં કૈક હૈયે બળ્યા જેવું લાગે.
