તમે આપીને કાપો છો
તમે આપીને કાપો છો


તમે આપીને કાપો છો એના કરતાં
થોડું માપીને આપોતો સારું.
નદીને સાગરથી લેવાનું શું હોય
એવું સમજીને આપોતો સારું.
સીધી સરળ તમે ના આપીદો,
આ ઉપર છલ્લી અમને હા ના ફાવે,
થોડું તો થોડું પણ પોતીકું હોય,
એવું અંતરથી કોરીને આપોતો સારું.
તમે આપીને કાપો.....
ધગતી બપોરે છાંયડો જ ફાવે,
તમે સૂરજ થઈને કાં આવો,
તરસ્યાંને જોવે છે પાણીનાં છાંટા,
તમે અમૃતની વાટે હંફાવો,
ઉછીની છાંટ તમે હૈયાથી વર્ષીને આપોતો સારું.
તમે આપીને કાપો....
છીપ બનીને અમે હૈયે ઉગાડ્યું છે,
નાનકડું સહિયારું મોતી,
મોલી શકો તો તમે હૈયાને મોલજો,
કિંમત અમારી નકામી,
સમજી વિચારી પૂછીને આપોતો સારું.
તમે આપીને કાપો...