ઝરમર ઝરમર વરસે
ઝરમર ઝરમર વરસે
1 min
14.5K
ઝરમર ઝરમર વરસે,
કોરી આંખો ભીનાં ભીનાં સપના માટે તરસે,
નાના નાના સપના મારા ,
આંખો સામે ખરતા તારા
ફરતા ફરતા સપના મારા ગાલે ખાડા ભરશે ઝરમર ઝરમર વરસે,
થોડી થોડી નિંદર આવે,
આંખો માટે આશા લાવે,
ડરતી ડરતી આંખો મારી સપના સાથે ભળશે.
ઝરમર ઝરમર વરસે.
મારે આંગણ શમણાં આવે,
ફોરમ થઈને યાદો લાવે.
કલરવ કરતી આંબા ડાળે કોયલ સામે મળશે.
ઝરમર ઝરમર વરસે.
