STORYMIRROR

Hardik Pandya

Others

3  

Hardik Pandya

Others

મોસમ મોસમ

મોસમ મોસમ

1 min
13.7K


છત્રીનો ચલ સાથ છોડીને સાથે રમીએ મોસમ મોસમ.
હું ધરતીને તું થા વાદળ,સાથે રમીએ મોસમ મોસમ.

ઝરમર ઝરમર તું તો વરશે,હું ભીંજાતી મનભર મનભર,
રસ્તે ફૂલો પથરાયા છે, મન મૂકી જ્યાં વર્ષયું અંબર,
ડગલે ડગલે રણકે બુંદો, જાણે વાગે હૈયે સરગમ.

                    હું ધરતી....

કણ કણ તારો હું  સ્પર્શું ને,અંગે મારા ખીલતી સૌરભ,
વાદળની આ એક રમતમાં,ધરતી પર જો પથરાયું નભ
તું તો કેવો, નટખટ છોરો, પણ પડછાએ શોભે સંયમ.

                હું ધરતી....

 

ખળ ખળ ઝરણે જોને વહેતી તારીને મારી આ સંગત,
પથરા પણ જીવનને પામી, રેલાવે મોસમની રંગત,
રોમે રોમે ચાદર લીલી, ને મહેકે છે મારો આતમ.

                હું ધરતી .....

 

 


Rate this content
Log in