STORYMIRROR

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

જિંદગી સાથી વગર હતી

જિંદગી સાથી વગર હતી

1 min
26.8K


જેના લગાવે કેટલી બાંધી નજર હતી,

તેને અમારી ચાહની ઓછી અસર હતી.

ચાહ્યું હ્રદયથી આપવા ભાવે ભર્યું નમન,

તોયે કહોને ક્યાં કદી તેની કદર હતી.

પ્હેલી નજરની પ્રીતની વેઠી જગી અગન,

જેના તરફ જે ખીંચતી ભાવિ નજર હતી.

આપી અમોને ચાહની મીઠી અગન છતાં, 

તેને વફાની એટલી ક્યારે ખબર હતી.

ખાલી નજર જો હોત તો બદલી જતે નજર,

આતો પ્રણયના ભાવની ભીની અસર હતી.

માસૂમ સમયની ચાલમાં વિસરી જશે બધું, 

આશા ભરેલી જિંદગી સાથી વગર હતી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational