Jadav Nareshkumar Motilal

Inspirational

3  

Jadav Nareshkumar Motilal

Inspirational

જીવી લઈએ

જીવી લઈએ

1 min
14.4K


આમ ક્યાં સુધી તું ને હું ઉદાસીમાં જીવીશું;

ચાલ દિલમાં દિલ પરોવી જીવી લઈએ:

નાહકની ય ચિંતા કરે છે, તું આમ કાલની;

ચાલ હાથમાં હાથ મિલાવી જીવી લઈએ:

ખબર છે તને, મને આ જિંદગી કસોટી છે;

ચાલ હૈયામાં ખુશી જગાવી જીવી લઈએ:

પ્રેમ કરવાની તો, મજા કંઈ ઓર છે પ્રિયે;

ચાલ દિલમાં પ્રેમ મ્હેંકાવી જીવી લઈએ :

આ જીવતર કેરા દહાડા આમ વિતી જશે;

ચાલ પ્રેમની ખુશ્બુ પ્રસરાવી જીવી લઈએ:


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational