STORYMIRROR

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

સવાલો ઘણાં

સવાલો ઘણાં

1 min
27.9K


કટુ વાર કરતાં સવાલો ઘણાં, 

હ્રદય ભાર કરતાં ખયાલો ઘણાં. 

સમયના પ્રભાવે ચલે જિંદગી, 

નવાં પાંગરે સૌ વબાલો ઘણાં.

કદમ બે કદમ સાથ ચાલે ફકત,

ધરે હુંફ થોડી મલાલો ઘણા. 

અહીં માંગવાથી મળે ના કશું.

સહે આફતોના જવાલો ઘણાં.

ઉમંગો જગાવી મળે હેતથી,

અભાવે ચલાવે જમાલો ઘણાં. 

જગત ચાલ નોખીજ ચલતું સદા,

નવા આંખ જોતી કમાલો ઘણાં. 

ખરી ક્યાંક માસૂમ ડગર સાંપડે,

નડે ઠોકરોના ઉછાલો ઘણાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational