STORYMIRROR

Chirag Popat

Inspirational

3  

Chirag Popat

Inspirational

શું મળે?

શું મળે?

1 min
27.4K


ઝાંઝવાને શોધવાથી શું મળે?
વાદળોને પી જવાથી શું મળે?

કોઇના ઉપર મરી તો જો કદી,
એક્લા જીવ્યે જવાથી શું મળે?

મૂલ્ય એનું ઘરડાંઓને છે ખબર-
બાંકડા પર બેસવાથી શું મળે?

પૂછજે આવા સવાલો બુધ્ધને
વ્રુક્ષ નીચે બેસવાથી શું મળે?

જીવતા પાણી નથી પાયુ, હવે
રાખને ડૂબાડવાથી શું મળે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational