STORYMIRROR

Chirag Popat

Others

2  

Chirag Popat

Others

પૂછે છે વાદળાં

પૂછે છે વાદળાં

1 min
13.7K


ઝાડવાંઓને પૂછે છે વાદળાં
કાં ફૂટે ના માણસોને પાંદડાં?
રે’નકોટ પ્હેરી ફરે
વીજળીથી પણ ડરે
ને વળી ઘરમાં મૂકે
સાવ પ્યોરીફાય પાણીના ઘડા.
કાં ફૂટે ના માણસોને પાંદડાં?
એક ટીપું જો અડે
માંદગી માથે ચડે
બેડ પર બેઠા રહી
તોય પાછા ખાય છે ચટણીને વડા.
કાં ફૂટે ના માણસોને પાંદડાં?
ઝાડવાંઓને પૂછે છે વાદળાં

 

-ચિરાગ પોપટ, બારડોલી-


સામગ્રીને રેટ આપો
લોગિન