લેખકનું જીવન
લેખકનું જીવન
સંવેદના અને ભાવનાનાં જગતમાં લઈ જતો લેખક,
મનની ઉર્મિઓ અને હૃદયની લાગણીમાં જતો લેખક,
સૂઝ, સમજણ અને ડાહપણથી અભિવ્યક્તિ કરતો,
લોકોની વાચાને જીવ જગતમાં લઈ જતો લેખક,
પ્રકૃતિના હર એક તત્વમાં ઓગળી પ્રત્યેક -'સ્પંદન',
ના ધબકારને સુક્ષ્મ રીતે બહાર લઈ જતો લેખક,
શોભ, શરમ, સંકોચ અને પૂર્વગૃહથી પર રહીને,
સનાતન સત્યોને ઉજાગર કરવા લઈ જતો લેખક,
શક્તિ એની અમાપ કલ્પનાઓની પાંખે નૂતન,
અભિગમને હૃદયથી ઘર સુધી લઈ જતો લેખક,
ઝેર જગતના જીરવી, ક્રોધ, કપટ અને લાલચથી,
બચાવવા નિજને 'અમૃત' રસધારમાં લઈ જતો લેખક.