અરમાનોની દુનિયા
અરમાનોની દુનિયા


હરરોજ નવા નવા અરમાનોનું સૂરજ ઉદય પામે છે,
દરરોજ કેટકેટલી ઈચ્છાઓ -અપેક્ષા અસ્ત પામે છે,
પર્ણોની દુનિયામાં અંકુરવું ને ખરવાની પ્રક્રિયા થતી રહી,
થડનું મજબૂત, અડગ અને સ્થિરતા વૃદ્ધિ થવા પામે છે,
તડકો છાંયડો જીવનની ઘટમાળમાં સતત દોડતો રહે છે,
જીવનની મોસમમાં માણસ પણ ગંભીર થવા પામે છે,
ભરતી ઓટની સંતાકૂકડીની રમત રાત-દિન રમાતી રહે,
જીવનના ઝરણાંઓ નદી સાથે અંતે સમુદ્રને પામે છે.