સુંદરી
સુંદરી
શર્મિલા ફૂટ્યાં ગાલે શેરડા
કાં પાછળ પડ્યો જુવાન,
હૃદયનો રંગ ગાલે ચડ્યો
ગુરછ્છાને નચાવે જુવાન,
બટકબોલીયો આંખે ચડ્યો
ઈચ્છાની સુંદરી થઈ જુવાન,
ડહાપણને ઉંમરનો ઢાળ નડ્યો
ઓઢેલી ચૂંદડી ચામડી જેમ જુવાન,
મલક્યા કરે છે આયનો પડ્યો
નૈના કજરાલે બેકરાર જુવાન,
ધરપત ના ધરે આલિંગને અડ્યો
મૂંછમાં મલકાતો સુંવાળો જુવાન.

