STORYMIRROR

Mrugtrushna Tarang

Abstract Comedy Inspirational

4  

Mrugtrushna Tarang

Abstract Comedy Inspirational

શું શું ગુમાવીશ !

શું શું ગુમાવીશ !

1 min
191

ન ઉઘાડું જો તું કાલે આંખ્યું તારી,

શું શું ગુમાવીશ, જોઈ લે વારી વારી..


કલરવ કરતી કોયલ આંબે બેઠેલી,

દાણા ચણતી કથ્થઈ ચકલી...

જામફળ ને મરચું ખાતો તારો પ્યારો પોપટ,

ફૂલકા રોટલી ચટ કરતું એ ગલુડિયું ચોકટ.

શું હજુય નથી ખોલવી તારે આંખ્યું તારી..

દેખ, શું શું ગુમાવીશ જોવાને વારી, બઘારી..


ભૂખરી આંખ્યું પટપટાવતી વ્હાલી તારી ખિસકોલી,

'મ્યાઉં મ્યાઉં' કરી માથું ખાતી ઝૂમરી બિલ્લી

બપોરની ઊંઘ હરામ કરનાર રૂપકડું સ્ટુઅર્ટ,

ને, ઝપ ઝપ ચાલી ખોળે બેસતો કાચબો રોબર્ટ..

શું હજુય નથી ખોલવી તારે આંખ્યું તારી..

દેખ, શું શું ગુમાવીશ જોવાને વારી, બઘારી..


નવરાત્રિમાં ગરબે ઘૂમતી નાની મોટી કુમળી કળીઓ,

ગોપાલ સંગ રાસ રમતી રાધાની રૂપાળી સખીઓ..

ઉત્સવ માણતી કુંવારી કન્યાને હાથે રંગાતી રંગોળી,

નિત નિત રંગોથી ખેલે દેખ રાધેશ્યામ હોળી...

શું હજુય નથી ખોલવી તારે આંખ્યું તારી..

દેખ, શું શું ગુમાવીશ જોવાને વારી, બઘારી..


તારલિયા વાળી ફૂલઝડી ને ચકરડી મસમોટી,

દીવડે દીપતી ઝગમગ ઝગમગ ફૂલોની એ લડી...

મિષ્ટાન્ન ને નમકીન ફરાળથી ભર્યો છપ્પન ભોગ,

સૂકા મેવા ખાવા દોડતાં દિવાળીએ બાલ જોગ...

શું હજુય નથી ખોલવી તારે આંખ્યું તારી..

દેખ, શું શું ગુમાવીશ જોવાને વારી, બઘારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract