શાકભાજીનો હેલો
શાકભાજીનો હેલો
એ શાકભાજીના રાજા, બટેટાજી તાજા
શકકરિયાના દાદા, રાણી રીંગણના જનેતા,
મારો હેલો સાંભળો હો...હો....હોજી
એ... કારેલા ને કાકડી બેઉ ફરવા ને જાય,
એક હતી કામણગારી બીજો મસ્તીખોર.....મારો હેલો......
ગણગણિયો ગુવાર કરે છે પોકાર
ભીંડી ભાજીના કાને ગયો અવાજ .....મારો હેલો......
એ...ફૂલદાર ફૂલાવર ને કોબીજ સંતાઈ જાય
વગદાર વાલોળ એની જાણ કરી જાય .....મારો હેલો......
એ...રંગદાર રીંગણ રોજ ખીલ્યે જાય
એના ગુણો ને સૌ જોતા રહી જાય .....મારો હેલો......
એ...નોખા નોખા શાકની નવી નવી જાત
જાનદાર ટમેટાની શું કરું હું વાત .....મારો હેલો.
