STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

સાહેબના ઉતારા

સાહેબના ઉતારા

1 min
363

કેવા સુશોભિત થતાં તમારા ઉતારા સાહેબ,

મજૂરોને ચૂસી જતાં તમારા ઉતારા સાહેબ,


બહાર ગટરની વાસથી હવા છે તરબોળ,

અંદર મઘમઘતાં તમારા ઉતારા સાહેબ,


તમે પીઓ શરાબ ને નશો ચડતો ઓરડાને,

છકી ઉદ્ઘત બનતાં તમારા ઉતારા સાહેબ,


તમારી હાજરીમાં જામે જુગારની મહેફિલ,

તમારા વિના રમતાં તમારા ઉતારા સાહેબ,


‘સાગર’ વળી બલા ત્યાં જઈને ઝાપટતી આવી,

જાદુઈ ઘર લાગતાં તમારા ઉતારા સાહેબ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy