STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

પરિવાર – ખુશીઓનો દ્વાર

પરિવાર – ખુશીઓનો દ્વાર

1 min
305

પરિવારની ભાવના કેળવવાવાળા, સુખી અને પંડિત છે,

સુખી નથી થઈ શકતા એ લોકો, જ્યાં પરિવાર અલગ અને ખંડિત છે,


જ્યાં હોય પરિવાર સંગ સંગ, ત્યાં એકતાનું હોય છે ગુંજન

હોય પરિવાર એક સાથે, ત્યાં પમરાટ ભરી પ્રીત છે,


જ્યાં હોય પરિવાર સંગ, ત્યાં એકલતાની નથી કોઈ મજાલ

પરિવારને સંગ તો, જિંદગી મહેફીલ જેવી પુલકીત છે,


પરિવારની ભાવના બરકરાર રાખવાની છે હર હાલાતમાં

પરિવાર વગરની જિંદગી, ઘણી સારી ચીજોથી થઈ રહી વંચિત છે,


પરિવારમાં મોટા થયેલા બાળકોને, સમજ હોય છે દુનિયાદારીની

માન, સન્માન, પૂજ્યભાવ, પ્યાર અને સદગુણો થાય સ્થાપિત છે,


આપણી તો ભારતીય ભાવના છે ‘વસુદેવ કુટુંબકમ’ની

સમગ્ર સૃષ્ટિ છે પરિવાર, એવી ભાવનાએ જીત્યું દુનિયાનું ચિત્ત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract