મળીશ તું
મળીશ તું
જો તું મળીશ તો
હું નવી સવાર બનીશ,
જો તું મળીશ તો
હું નવી કળી રૂપે ખીલીશ,
જો તું મળીશ તો
હું નવી કલમ બનીશ,
જો તું મળીશ તો
હું નવી કવિતા બનીશ,
જો તું મળીશ તો
હું નવી સોનેરી સંધ્યા થઈશ,
જો તું મળીશ તો
હું પતંગનો દોર બનીશ,
જો તું મળીશ તો
હું ધુુળેટીના રંગ બની રંગોમાં રંંગાઈશ,
જો તું મળીશ તો
હું દિવાળી દિવ્ય દીપ બનીશ,
જો તું મળીશ તો
હું આંગણનો તુલસી ક્યારો બનીશ,
જો તું મળીશ તો
હું મારા ઘરનું સુંગધી ફૂલ બનીશ.

