દહીં
દહીં


દહીં જામે જયારે, દૂધ મહિ બને, છાશ પડતાં
ભલે લાગે ધોળું, સમરસ નથી, એકસરખું,
જરા ખાટું સ્વાદે, ધવલ અતિ છે, પાચક ઘણું
વલોણે ઘૂમાવ્યે, ઘમર ફરતાં, માખણ બને,
શિરાવ્યે ખાવામાં, શિતલ દડબો, ગોરસ તણો
સવારે આરોગો, અમરત સમો, ભાવત ઘણો,
વળી જયારે તેને, નવલ જળમાં, નાખત પછી
વલોણું દેખીને, ઘમ ઘમ ઘુમી, છાશ બનતી,
દહીં જામે જયારે, દૂધ મહિ બને, છાશ પડતાં
લસ્સી મીઠી એવી, મન ગમત ને, સાકર દહીં,
ભલે લાગે ધોળું, સમરસ નથી, એકસરખું
દહીં રોજે ખાતા, જીવન બનશે, સાવ સરખું.