ભાઈની બેની લાડકી
ભાઈની બેની લાડકી
શ્રાવણી પૂનમ
ને ઝગમગતો ચાંદ
બેનીનો હીરો
ઝગમગતો આજ,
લલાટે લગાડ્યું ચંદન
ને કાંડે બાંધી રાખડી
રાખડી લાગતી ભઈલું ને
આઈફોનથી કિંમતી આજ,
મીઠો મીઠો ગોળ
ને એથી મીઠી બેની
ભઈલું પાસેથી લીધું વચન
ને ભઈલુંએ છોડ્યું વ્યસન આજ.