STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

બગાસું

બગાસું

1 min
185

મસ્ત લાગે, ચાખ્યું કદી

નીંદરનું એલાર્મ વાગ્યું છે કદી ?

સમી સાંજે ખાસ નીકળે

બઉ ખાધું છે, બસ નીકળે

રામનું એલાર્મ નીકળે

ટીન ટીન સાંભળ્યું છે કદી

બગાસું...ખાધું છે કદી ?


દુનિયાની મોકાણ નીકળે

મુખમાંથી રામ નીકળે

સપનાનું પતાસું નીકળે

તમને આવે બાજુવાળાને નીકળે

 થયાં ક્યારેય ઇન્ફેક્ટેડ એનાથી ?

આ બગાસું... ખાધું છે કદી ?


આવે ત્યારે હાશ નીકળે

આખા દિનનો થાક નીકળે

બહુ થયું રે'વા દે

અંદરથી અહેસાસ નીકળે....

આ બગાસું....ખાધું છે કદી...?


પરસેવાની અસર નીકળે

કરેલું બધું કામ નીકળે

પથારી ભેગો થા જલ્દીથી

એવું હરિનું કહેણ નીકળે

હરિ નું માન્યું છે કદી?

આ બગાસું..ખાધું છે કદી...?


પીધેલો જામ નીકળે

દાળ ભાતનું નામ નીકળે

પેટ ભારે હોય તો ખાસ નીકળે

ઊંઘવાનું ભાન નીકળે

સૂવાનું ભાન થયું છે કદી

બગાસું...ખાધું છે કદી...?


આતો મને આયુ

થયું લાવ તમને કહી દઉં

કવિતા લખતા થયું છે કદી

કલમને આયુ છે કદી

આ બગાસું...ખાધું છે કદી ?


ચ્હા નું કહેણ આયુ છે કદી

નિરાંતનો રામબાણ ઈલાજ

આ ટોટકુ અજમાયું છે કદી

ભરપેટ ખાધું છે કદી

બગાસું...ખાયું છે કદી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract