આવડે છે
આવડે છે
અલીબેન ને ટલીબેન ને,
વગર ચૂલે ખીચડી પકાવતા
આવડે છે.
અલીબેન ને ટલીબેનને,
ભગવાનમાં ભૂલો કાઢતાં
આવડે છે.
અલીબેન ને ટલીબેનને,
વગર ફળફળાદી એ
નિંદા રસ માણતાં આવડે છે.
અલીબેન ને ટલીબેનને,
મસ્ત લાકડાં લડાવતા
આવડે છે.
અલીબેન ને ટલીબેનને,
લોકોને ભેખડે ભરાવતા
આવડે છે.
અલીબેન ને ટલીબેનને,
ભાવનાની હાંસી ઉડાવતા
આવડે છે.
