STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Abstract

3  

Ramesh Patel (Aakashdeep)

Abstract

વતનને આંગણે

વતનને આંગણે

1 min
85

વતનને આંગણે

   માયુડી  માટીના  કણકણ  મને  ઓળખે

વતનના  વગડે   વિહંગોના  વહાલ   સાંભળે

 

હૃદયના   બંધનથી  બંધાયો  નાતો   મીઠડો

માટીના  કણકણથી   રંગાયો   મારો  મનખો

 

શિશુવયે   આલિંગન  દીધાં  મને  વહાલથી

પામ્યો  સાચો  સથવારો  અંતરના   સ્નેહથી

 

દલડાએ  ઝીલ્યો   તારો  પ્રેમ  દિવ્ય  ટોપલે

એવા  દિન  પછી  ના  ભાળ્યા  અમે આયખે

 

કીધા   અગણિત  ઉપકાર  છલકાવી  કરૂણતા

માવતર  પછી વતનનાં , ઋણ  દીઠાં  મોટડાં

 

હશે  જગને  કિંમત   ભલે  હીરા   માણેકની

મારા  માંહ્યલાને માટીની મહેક સવા લાખની

 

છોડી   સથવારો  જ્યારે  સૌ   થયા   વેગળા

પાળ્યો પોષ્યો  ને અંતે સમાવ્યો મીઠી ગોદમાં

 

મારે  થાવું  રે  ઓળઘોળ  વતનની   આંગણે

આ  વાલુડી  માટીના  કણકણ  મને   ઓળખે

રમેશ પટેલ(આકાશદીપ)



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract