વરસાદ
વરસાદ
વરસાદના આવ્યા પછી પણ જોને
મોરના નૃત્યમાં ખુશીનો થનગાટ નથી...
છે પૂનમની સુંદર રાત આજે
પણ ચાંદનીમાં જરીયે શણગાર નથી...
વસંત ચો-કોર ખીલ્યાં પછી પણ
કોયલના ટહુકામાં મીઠો રણકાર નથી...
ખીલી ઊઠી છે રંગીન સંધ્યા પણ
એમાં મેઘધનુષના રંગોનો વણાટ નથી...
બસ આમ જ તારા ગયા પછી
મારી કવિતાઓમાં તારો અણસાર નથી.

