Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devendra Raval

Abstract

4  

Devendra Raval

Abstract

વિસારી જો

વિસારી જો

1 min
285


હૃદયની લાગણીઓને વિસારી જો,

બધા સંસારના વળગણ ઉતારી જો,


કશું બોલ્યા અગાઉ પણ વિચારી જો,

જરૂરી હોય ત્યાં બોલ્યું સુધારી જો,


કરેલી ભૂલ ને થોડી મઠારી જો,

મળેલી શીખ વર્તનમાં ઉતારી જો,


બલાની ખૂબસૂરત જિન્દગાની છે,

 કદી આ પ્રકૃતિને પણ નિહાળી જો,


 કણે કણમાં ખુદા જ તો રહેલો છે,

 નજરને પ્રેમથી થોડી નિખારી જો,


 નથી કોઈ પરાયું કે નથી અંગત,

 જરા તું પ્રેમની સીમા વધારી જો,


 જીવનમાં વેદના પણ લાગશે મીઠી,

 દરદ કોઈનું ખુદ ખાતે ઉધારી જો,


કિનારો પણ આ દલદલનો નથી મળતો,

આ દલદલથી કદી ખુદ ને ઉગારી જો,


તને અંદાજ ક્યાંથી હોય પીડાનો,

નજર સામે છે એ સચને નકારી જો,


ભીતરની આ એકલતા જાન લઈ લેશે,

કદી તું જાત સાથે પળ ગુજારી જો,


સમજમાં હોય તો પણ કામ ના આવે,

હશે કેવી એ લાચારી વિચારી જો,


કદી કોઈ પરત આવ્યું નથી ખાલી,

નમીને હાથ આ કેવળ પ્રસારી જો,


 ખુદા તો હર ક્ષણે હાજર અહીંયા છે,

 ખરા દિલથી એને આજે પુકારી જો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract