STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

ઉત્તર ધ્રુવ

ઉત્તર ધ્રુવ

1 min
83

હર રેખાંશ ને સમય અમસ્તા જ અહીં ઓગળે

ચિંતા સતાવે શું થશે જ્યારે ઉત્તરે ધ્રુવ પીગળે,


ધરી બેઠા સાચવી ધરાની સંતાડી અમ ઉદરે 

શીત સમંદર અતિ અવગાઢ આર્કટિક પાદરે,


ઉનાળે ઘૂમે સતત દિવાકર ધ્રુવ ક્ષિતિજ ઉપરે 

વિભાકર શિયાળે કદી ના ચડે ક્ષિતિજ છાપરે,


પશુ પંખી ફૂલ ઝાડ પાંખા તમસે તે કેમ ઉછરે 

હિમ ભર્યા અગાધ ધરા બંજર બાદલ છીછરે,


જોડિયા બંધુ ને વળી અતિ શીત સામે દક્ષિણે 

ઉષ્મા રહી ઉત્તરે પ્રમાણે વધુ એટલે અંગ ક્ષીણે,


ઢમઢોલ ગોળ વળી વસુંધરા ધ્રુવે જરા ચપટી 

નમતી ફરતી ધરા દિનરાત વજને અહીં કપટી,


હર રેખાંશ ને સમય અમસ્તા જ અહીં ઓગળે

અનજાન ધ્રુવ આશરે નીસરે ત્યારે કઈંક ગળે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Abstract