STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

ઉત્સવપ્રિય પ્રજા

ઉત્સવપ્રિય પ્રજા

1 min
401

ભારતીય છે ઉત્સવપ્રિય પ્રજા અને આપણે ત્યાં તહેવારની ભરમાર છે

વિવિધતા રૂપી છે અલગ અલગ તાર, તહેવાર આ તારની સિતાર છે,


દેશની નોંધપાત્ર અને યાદગાર ઘટનાઓ માટે છે આપણા રાષ્ટ્રીય તહેવાર

રાષ્ટ્રીય તહેવાર, આપણી રાષ્ટ્રીય ભાવનાના બની રહે સૂત્રધાર છે,


ધાર્મિક અને સામાજીક તહેવાર તો છે આપણે ત્યાં અનેકવિધ

આપણી અનેકતામાં એકતા, આ તહેવાર કરે એકાકાર છે,


ખેતી અને મોસમી ઘટનાઓ સાથે સંકળાયેલ છે આપણા મોસમી તહેવાર

મોસમી તહેવાર, આપણા સુખ, શાંતિ અને સમૃધ્ધિ કરે સાકાર છે,


આપણા ઉત્સવો અને તહેવારોના વહેવારની તો વાત જ શું કરવી ?

ખુશીઓના વિવિધ ઉત્સવ થકી આપણી જિંદગી જ બની રહી તહેવાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract