તો ખરું..!!
તો ખરું..!!
લખું ઘણું જે હું તો શું..!?
વાંચે તું તો માનું ખરું..!
વિચારો અમાપ મારાં તો શું..!?
સમજે તું તો ખરું..!
ચૂપચાપ રહું હું તો શું..
સંવાદ તું કરે તો ખરું..!
અલિપ્ત મારું ચાહતનું શું..
અનુભવે તું જો, તો ખરું..!
પુષ્પ કપાસનું હું તો શું..
કાંતી બનાવે રૂમાલ તું તો ખરું..!
ભર્યો પૂરો બાગ હું તો શું..
લટાર મારવા આવે તું તો ખરું..!
હું ઢગલો મોગરો તો શું..
ઈત્ર બનાવી તું વાપરે તો ખરું..!
હું બેઢંગી આકૃતિ તો શું..
ચિત્ર તું ઉપસાવે તો ખરું..!
હું રહું અદ્રશ્ય તો શું..
સ્વીકારે તું તો ખરું..!
